Love Shayari Part - 1


No. 1

કોઈ પૂછે છે મને કે મિત્ર એટલે શું?
હું કહીશ કે એવો સંબંધ કે જેમાં કોઈ તિરાડ પડતી નથી!
કોઈ પૂછે છે મને કે સંબંધ એટલે શું?
હું કહીશ કે એવો પ્રેમ છે કે જેમાં કોઈ ગેરસમજ ને સ્થાન નથી!
કોઈ પૂછે છે મને કે પ્રેમ એટલે શું?
હું કહીશ કે જીંદગી ની એવી રચના છે કે જેમાં ડુંબીશું તો તરી જવાશે!!
અને કોઈ પૂછે છે મને કે જીંદગી એટલે શું?
તો હું કહીશ કે સારા મિત્રો, સાચો સંબંધ અને નિઃસ્વાર્થ પ્રેમ એટલે જીંદગી!!

--------------------------------------------------------------

No. 2

મિત્રતા ની વ્યાખ્યા કરવી ખુબ અઘરી છે,
મિત્રતા જીવનનો એક એવો સંબંધ છે જેમાં કોઈ બંધન નથી,
મિત્રતા જ્યારથી જીવન માં પ્રવેષ કરે છે ત્યાર થી મિત્રતા
આપણી એક અલગ ઓળખાણ એક અસ્તિત્વ ઉભું કરે છે
જેમાં આપણે વિતાવેલો દરેક પળ અવિસ્મરણીય છે,
મિત્રો સાથે વિતાવેલી દરેક પળ ,જીવન ની ગમે તેટલી પુંજી આપવા છતાંય
પળો ખરીદી શકાય એવી નથી હોતી,
મિત્રો બંધન વગરના સંબંધ ને જિંદગીભર સંભાળી ને રાખજો.

--------------------------------------------------------------

No. 3

તને ચુમીશ તો તારી પાપણો ઝુકી જશે
દિલ પ્રેમ ના દરિયા માં ડૂબી જશે
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે
તારા કદમો થી રણ પણ ખીલી જશે..

--------------------------------------------------------------




0 comments:

Copyright © 2013 - Jokes in Gujarati | Gujarati Sayari | Santa Banta | Funny Photos