Truth Shayari Part - 1



No. 1

વાંસળી વગાડી ને ગાયો ચરાવતા
                     તમને વાંસળી મળે તો જરા પૂછી લેજો કે મારો કાનો ક્યાં છે?

રાધાજી અને ગોપીઓ સાથે વૃંદાવન માં રાસ રચાવે
             તમને રાધાજી કે ગોપીઓ મળે તો જરા પૂછી લે જો કે મારો કાનો ક્યાં છે?

અર્જુન ના સારથી બની ને ગીતાજી નો પાઠ ભણાવ્યો
             તમને અર્જુન મળે તો જરા પૂછી લે જો કે મારો કાનો ક્યાં છે?

માતા દેવકી જન્મ દીધો અને માતા યશોદા સાથે લાડ લડાવ્યા
            તમને જનની ની જોડ મળે તો જરા પૂછી લે જો કે મારો કાનો ક્યાં છે?

--------------------------------------------------------------

No. 2

જીદંગી શું ચીજ છે
ગાઈ શકો તો ગીત છે
સુખ મળે અને દુખ મળે
કર્મની રીત છે
જો જીવી શકો જીદંગી
તો હારમાં પણ જિત છેહ
અધં થઇ ચાલશો
કારણ કે રાહમાં પણ ભીત છે
મને તો હવે મોતથી પણ પ્રીત છૈ

--------------------------------------------------------------

No. 3

તોફાનોભર્યા સાગરમાં પણ તરતા આવડી જશે,
દુઃખોની ઘડીમાં પણ હસતા આવડી જશે,
જો સાથ તમે જીવનભર આપશો, તો
જીવનની મુશ્કેલીઓ સામે લડતા આવડી જશે

--------------------------------------------------------------





0 comments:

Copyright © 2013 - Jokes in Gujarati | Gujarati Sayari | Santa Banta | Funny Photos