Time Shayari Part - 1

No. 1

થીજી ગયું છે એય પણ તારા અભાવમાં;
લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા
ભૂલી ગયું છે કોણ પગલાં તળાવમાં?
બત્રીસ ગુણની લાગણીનો ભોગ દઈ દીધો,
છલકાયું ત્યારે નીર આંખોની વાવમાં.
મંદિર વચોવચ એક માણસની થઈ કતલ,
ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.
અમિતઅરીસો આટલું કહીને ફૂટી ગયો,
મારાપણાની છે ઊણપ મારા સ્વભાવમાં.

--------------------------------------------------------------

No. 2

અરે! જરા થોભો સખે હજુ સવાર બાકી છે;
કીધું ના કશું એક વિચાર બાકી છે.
જિંદગી જેણે માણી નથી તેને કંઈ કહેવું ઘટે;
શરમિંદા ના થાઓ હજુ સાર બાકી છે.
લાચાર થઇ કહું સમજો તો સારું છે;
ભોકશોમાં આ શસ્ત્ર હજુ ધાર બાકી છે.
પ્રેમની પળોજણ માં પડવું કંઈ સામર્થ્ય હશે જિંદગીનું;
મહોબત પછી પણ હજુ ઇતબાર બાકી છે.
ફંફોળ્યો સમંદર તુજ પામવા “દિલદાઝ”;
છેડી લઉં સરગમ હજુ સિતાર બાકી છે:

--------------------------------------------------------------

No. 3

કફન ના ફેંકો મારા ચેહરા પર,
મને આદત છે હસવાની ,
ના દફ્નાઓ મારી લાસને હજુ,
મને આશા છે તેની આવવાની ……

--------------------------------------------------------------


1 comment:

  1. અમિતકુમાર રાવલ.... આ મેસેજ ધ્યાનથી વાંચજો અને પેજ એડમિન તમે પણ...
    મારા દીકરાને તમે વહાલ કરો એની ના નહીં.... પણ એના પિતાનું નામ તો લખો એમાં...
    મારી બહુ જૂની અને જાણીતી ગઝલ છે આ... તમારી જેવા લેભાગુ સાહિત્યકારોને લીધે જ સારા સાહિત્યકારો બદનામ થાય છે. આ ગઝલ મારા નામ સાથે પ્રકાશિત કરશો અન્યથા ડિલિટ કરશો... કોપિરાઇટનો કેસ કરીશ તો 6 માસની જેલ અને 25000નો દંડ થશે... અને હા, ભવિષ્યમાં મારી જ નહીં કોઈ પણ કવિની કૃતિ તેના નામ સાથે જ પ્રકાશિત કરશો...
    2003માં પ્રકાશિત આ ગઝલસંગ્રહની 2012 અને 2014 એમ ત્રીજી આવૃત્તિ ચાલે છે. મક્તામાંથી મારું નામ ઉડાડ્યું એનો અર્થ જ છે કે તમે જાણીજોઈને કર્યું છે... સત્વરે કૃતિ એડિટ કરજો. આને નોટિસ સમજવી... અન્ય કાર્યવાહીની જવાબદારી તમારા શિરે જ રહેશે...

    થીજી ગયું છે એય પણ તારા અભાવમાં;
    લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.
    કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા :
    ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં?
    બત્રીસ ગુણની લાગણીનો ભોગ દઈ દીધો,
    છલકાયું ત્યારે નીર આ આંખોની વાવમાં.
    મંદિર વચોવચ એક માણસની થઈ કતલ,
    ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.
    'બેદિલ' અરીસો આટલું કહીને ફૂટી ગયો,
    મારાપણાની છે ઊણપ મારા સ્વભાવમાં.
    - અશોક ચાવડા 'બેદિલ' (પગલાં તળાવમાં, પૃષ્ઠ-11)
    www.ashokchavda.com

    ReplyDelete

Copyright © 2013 - Jokes in Gujarati | Gujarati Sayari | Santa Banta | Funny Photos