Sad Shayari Part - 1



No. 1

ક્યારે ક મારા આંસુ મને સવાલ પુછે છેં.
શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
જેમ ને કદર નથી અનમોલ આંસુ ઓની….
એમના માટે અમને શું કામ બરબાદ કરો છો” !!!


No. 2

જાઓ છો તો ભલે એક કલામ દેતા જાઓ;
ખૂટ્યા છે અશ્રુ એક હામ દેતા જાઓ;
સવારોનો સરવાળો અહી પૂરો થયો જીગર;
એટલે વિનવું છું એક સામ દેતા જાઓ;
સંજોગો ની જુદાઈ છે તન્હાઈ ના સમજજો;
બસ અંતિમ પળોમાં યાદગાર અંજામ દેતા જાઓ;
જાઉં છું તમને છોડી અનેક પ્રહારો સામે
ઝઝૂમતો રહું એટલા સરંજામ દેતા જાઓ;
હવે સમેટી લઉંદિલદાઝઆપના પરિચયની પાંખો

મળ્યે અકસ્માતે સંબોધવા નામ દેતા જાઓ……



--------------------------------------------------------------

No. 3

હા ,ક્યારેક એવું થાય ,
મન ગયું હોય ભરાઈ ,
અને આંખો ગઈ હોય છલકાઈ ,
અને જો ત્યારે ,
આવી કોઈ પાસ,
જાણી જાય મન ની વાત,
હા,ક્યારેક એવું થાય
ખભે મૂકી હાથ ,
કહે બસ દોસ્ત હવે થા શાંત ,
ત્યારે રોકાવાનને બદલે ,
ડબ-ડબ આંસુ આવે બહાર……
હા ,ક્યારેક એવું થાય..


--------------------------------------------------------------






0 comments:

Copyright © 2013 - Jokes in Gujarati | Gujarati Sayari | Santa Banta | Funny Photos